Jan 26, 2011

સત્પંથ ધર્મના સ્થાપક – ખોજા મુસ્લીમ


મિત્રો,

આપના પ્રતિભાવો મળ્યા, આપની વાત સાચી છે કે ૨૧મી સદીમાં આપણે ઘર્મના નામે ઝગડા ન થાય એવા પ્રયત્નો કરવા જોઇએ. પણ આપને એક વાત ખાસ જણાવવાની કે આપની જ નજર સમક્ષ કોઇ આપના ભાઇ કે બહેન જે હિંદુ ધર્મમાં અખુટ શ્રધ્ધા ધરાવે છે તેને ફોસલાવીને કે મુર્ખ બનાવીને અન્ય ધર્મમાં વટલાવવાના પ્રયાસ કરે તો આપ તેનો વિરોધ નહી કરો ? કોઇ સંપ્રદાયની વાસ્તવિકતા આપ જાણો છો કે ત્યાં છેતરપીંડી કરવામાં આવે છે છતાં આપ ચુપ રહેશો ? આપની જે માન્યતા હોય તે… પણ હું તો ચુપ ન રહી શકુ તેથી તેનો વિરોધ કરીશ અને વાસ્તવિકતાને જરુર બહાર લાવીશ.

અગાઉ જે સવાલો જણાવ્યા છે તે ઉપરાંત બીજા અનેક સવાલો હતા. ઘણાં જવાબો હજુ મળી શકયા નથી. તેથી જવાબોની શોધમાં અને સત્યને જાણવાં અન્ય માધ્યમ તરફ વળવું જરુરી છે. અત્યારે તો મારા હિંદુ ધર્મમાં કેવી ભેળસેળ કરવામાં આવી છે તેની મેળવેલી જાણકારીથી હું અચંબામાં પડી ગયો છું, એટલે જ મે નક્કી કાર્યું છે કે હવે હું વધુ ઉંડાણથી તપાસ કરીશ અને બની બેઠેલા આ પંથની વાસ્તવિકતા સૌની સમક્ષ મુકીશ. મારી પહેલા ભુતકાળમાં ઘણી જગ્યાએ પીરાણા પંથનો વિરોધ કરનાર વ્યક્તિઓને પૈસા અને તાકાતના જોરે બળજબરીથી દબાવી દેવામાં આવ્યા છે. અહી ખોટા પુરાવાઓ-બનાવટી શાસ્ત્રો અને ખોટી પરિકથાઓ બનાવી ને હિંદુઓને ગુમરાહ કરવામાં આવ્યા છે.

મારું ખરુ કામ હવે શરુ થાય છે, મારી પ્રથમ તપાસ મને ખોજા મુસ્લીમ ધર્મની તરફ દોરીને લઇ જાય છે કેમ કે સત્પંથ ના સ્થાપક એક ખોજા મુસ્લીમ હતા. જો આ પંથને મુસ્લિમ ગણવામાં આવતો હોત તો મને કોઇ જ વાંધો ન હોત. કેમ કે તેમાં નમાજ, કબર, ઇબાદત, ઉર્દુ કલમા, ભુમિદાગ, વગેરે મુસ્લિમ ધર્મના જ રીતરિવાજો છે પણ કોઇ મુસ્લિમ પંથને હિંદુ વાઘા પહેરાવી હિંદુ ધર્મની આસ્થાળુ પ્રજા સાથે દ્રોહ કરવો તે યોગ્ય નથી તેથી લોકોની આસ્થાની સાથે ચેડા કરતાં આવા ખોટા પંથનો વિરોધ કરીને ગુનેગારોને સમાજમાં ખુલ્લા પાડવા જરુરી છે.

ખોજા મુસ્લિમ ધર્મની લાઇબ્રેરી ઘણી વિશાળ છે અને તેમાં સત્પંથ ધર્મના મુળ હસ્ત લિખિતિ પુસ્તકો ઉપરાંત તે વિશે ઉંડાણથી અભ્યાસ કરેલા રિસર્ચ ડોક્યુમેન્ટ અને લીટરેચર પણ છે. મારા અભ્યાસના ફળ મારા સુધી સિમિત ન રહેતા અન્ય ને પણ ઉપયોગી બની રહે તે હેતુથી અભ્યાસની વિવિધ બાબત સમયાંતરે આપની સમક્ષ મુકતો રહીશ. આપ બની શકે તેટલા લોકોને તે વહેંચવા અને સાચી વાત વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા મદદરુપ બનશો એવી આશા સહ..

હિંદુત્વ માટે સત્યની રાહમાં હંમેશા..

આવજો.

No comments:

Post a Comment