Jan 23, 2011

શું શાંત ધર્માંતરણ કે ધર્મ પરિવર્તન ખતરનાક હોઇ શકે ?

મિત્રો,
થોડા સમય પહેલા કોઇ સજ્જનના બ્લોગથી ધર્મ વધુ જાણવાની ઇચ્છા ઉભી થઇ. મે તે સમયે કોમેન્ટ્ દ્વારા તેમને મારા વિચારો જણાવ્યા હતા. પણ થોડુ વધુ જાણવાની અપેક્ષાએ આપની સાથે તે વિચારો વહેંચવા ઇચ્છું છું.
ધર્મ પરિવર્તન કરાવનારના દરેક કૃત્યો ધૃણાસ્પદ જ ગણાય. કચ્છમાં સામાન્ય રીતે ગરીબ અને શ્રમજીવીઓ વધુ હોવાથી વિધર્મી તેનો ફાયદો વધુ ઉઠાવી રહ્યા છે જે ખરેખર દુઃખદ કહેવાય.
કચ્છમાં અત્યારે કચ્છી પટેલોમાં ધર્મ અંગે એક મોટો વિગ્રહ ઉભો થયો છે. જેમા જુથવાદ સપાટી પર આવ્યો છે. તે વિશે અહી ટુંકમાં જણાવુ છું…
મોટા ભાગે કચ્છમાં તથા કચ્છ બહાર વસતા ઇમામશા પ્રેરિત પીરાણાં પંથના અનુયાયીઓ કે જે લોકોને ત્યાં સામાન્ય રીતે “મુમના” તરીકે ઓળખવામાં આવે છે. ઘણાં સમય પહેલા કચ્છ જવાનું થયેલ તે સમયે તેઓ તરફ ધ્યાન ગયું હતું. તેઓ પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે પણ મુશ્લીમ ધર્મ પાળતા જણાય છે. તેઓ ઇમામશાહને તેમના ગુરુ અને પયગંબરને વિષ્ણુના અવતાર તરીકે પુજે છે. તેમની પુજા વિધિમાં પણ મુશ્લીમ કલમા અને ક્રીયાઓ કરતા હોય છે. તેઓ કુટુંબી કે સ્વજનના મૃત્યું બાદ મુસ્લીમોની જેમ તેને જમીનમાં દફનાવવાની ક્રિયાને અનુશરે છે. આમ છતાં તેઓ અન્ય હિંદુઓને પોતાનો ધર્મ શુધ્ધ હિંદુ હોવાનુ અને મોક્ષનો સાચો માર્ગ હોવાનુ જણાવી તેમનામાં ભેળવવા કહેતા હોય છે.
મને જે તે સમયે તે યોગ્ય નહોતુ લાગ્યું અને તેમાં પણ વટલાવવાની શાંત પ્રક્રિયા દેખાતી હતી, આપ તે સંપ્રદાય કે પંથ વિશે વધુ જાણતા હોવ તો અહી જણાવવા અનુરોધ કરું છું. કદાચ આપના પ્રતિભાવ કે માહિતિ દ્વારા આ રીતે ચાલતી અન્ય કોઇ શાંત વટાળ પ્રવુતિથી સામાન્ય લોકોને વધુ જાણવા મળી શકે. 

No comments:

Post a Comment