Jan 28, 2011

પીર સદરુદ્દીનનું મીશન – ધર્મ પલટો કરાવવાની રીત

મિત્રો,
સતપંથ મુળ ખોજા ઇસ્માઇલી પંથ ના નીઝારી પંથનો ભાગ છે. ખોજા ઇસ્માઇલી પંથની વિગતો જાણતાં કેટલીક વિગતો મળી છે. જે આપને સમજાઇ શકે તે યોગ્ય બનાવવાનો પુરતો પ્રયાસ કર્યો છે.
અહી જણાવેલ જાણકારીથી સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે સતપંથની મુળ સ્થાપના નો હેતુ હિંદુઓ ને ગુમરાહ કરીને મુસ્લીમ બનાવવાનો હતો. જે તે સમયે અજ્ઞાનતાના કારણે હિંદુઓ તેમા સપડાયા પણ હવે સમય બદલાયો છે. લોકોમાં શિક્ષણ અને જાગૃતિ આવી છે, તેથી આવા છેતરાણમણાં પંથને લોકો સમક્ષ ખુલ્લો પાડવો જરુરી છે. આ જ પંથના કારણે હિંદુઓ, મુમના અને ખોજા બન્યા છે.
 
વધુ માહિતી માટે નીચેની લીંક જુઓઃ
Satpanthi-Way-of-Converting-Hindu-to-Muslims


આપના સહકારની આશા સહ..

આભાર.


Ref. : http://www.ismaili.net/histoire/history07/history712.html & http://www.realpatidar.com

Jan 27, 2011

સતપંથ થી અજાણ્યા લોકોના મનમાં ઉદભવતા સવાલો

દેશ-વિદેશથી મળેલા પ્રતિભાવમાં લોકો સવાલ કરે છે કે આ સતપંથ શું છે ? ઘણાં સવાલો અન્ય વાચકોના મનમાં પણ ઉદભવ્યા હશે. મને વારંવાર પુછાતા સવાલો અહી જણાવું છું. લગભગ દરેકને રીપ્લાય આપ્યા છે પણ અલગ-અલગ રીતે જવાબો આપવા એક કપરું કાર્ય બની રહે છે અને દરેક સવાલનો જવાબ લોકોના માનસમાં એક નવો સવાલ ઉભો કરે છે !



- સામાન્ય રીતે પુછવામાં આવતા સવાલો નીચે મુજબ છે -

૧. બહારથી હિંદુ ધર્મ જેવો અને મુસલમાન જેવા રીવાજો પાળવાવાળો આ ધર્મ કયો છે ?

૨. સતપંથ ધર્મના સ્થાપકનું ધ્યેય શું હતુ ?

૩. ધર્મ પલટો કરાવવા માટેની કેવી વ્યવસ્થા છે ?

૪. આ મુસ્લીમ ધર્મ છે તો તેમાં હિંદુ દેવો, દેવીઓ, હિંદુ રીવાજો કે હિંદુ નામ ધરાવતા પુસ્તકો કેમ છે ?

૫. કેવી રીતે આખા પંથને ઇસ્લામ તરફ પલટાવ્યો ?

૬.  ઇમામુદ્દીન ઉર્ફે પીર ઇમામશાહ કોણ છે ?

૭. સતપંથમાં ટોચ ઉપર પહોંચવાના સ્ટેજ કયા-કયા છે?

૮. વિષ્ણું ભગવાનનો દસમો અવતાર એ સતપંથીઓ માટે વાસ્તવમાં કોણ છે ? શું એ જ હજરત અલી છે ?

૯. સતપંથમાં ત્રીજા સ્ટેજ પર પહોંચનાર વ્યક્તિ મુશલમાન કઇ રીતે બને છે?

૧૦. કેવી રીતે લોહાણાઓ ખોજા બન્યા ? કેમ પાટીદારો મુમના બન્યા ? કેમ સુમરા અને બીજી હિંદુ જાતિઓ મુસ્લિમ બની ?

આપની વ્યથાને સમજીને કેટલાક પુરાવાઓ અહી રજુ કરવા જઇ રહ્યો છું.. જે પીર સદરુદ્દીનના મીશન અન્વયે જણાવવામાં આવ્યા છે, મહેરબાની કરીને તે માટે નવી પોસ્ટ તૈયાર કરું એટલો સમય અપશો.

આપના સહકારની અપેક્ષા સહ..

આવજો.

Jan 26, 2011

સત્પંથ ધર્મના સ્થાપક – ખોજા મુસ્લીમ


મિત્રો,

આપના પ્રતિભાવો મળ્યા, આપની વાત સાચી છે કે ૨૧મી સદીમાં આપણે ઘર્મના નામે ઝગડા ન થાય એવા પ્રયત્નો કરવા જોઇએ. પણ આપને એક વાત ખાસ જણાવવાની કે આપની જ નજર સમક્ષ કોઇ આપના ભાઇ કે બહેન જે હિંદુ ધર્મમાં અખુટ શ્રધ્ધા ધરાવે છે તેને ફોસલાવીને કે મુર્ખ બનાવીને અન્ય ધર્મમાં વટલાવવાના પ્રયાસ કરે તો આપ તેનો વિરોધ નહી કરો ? કોઇ સંપ્રદાયની વાસ્તવિકતા આપ જાણો છો કે ત્યાં છેતરપીંડી કરવામાં આવે છે છતાં આપ ચુપ રહેશો ? આપની જે માન્યતા હોય તે… પણ હું તો ચુપ ન રહી શકુ તેથી તેનો વિરોધ કરીશ અને વાસ્તવિકતાને જરુર બહાર લાવીશ.

અગાઉ જે સવાલો જણાવ્યા છે તે ઉપરાંત બીજા અનેક સવાલો હતા. ઘણાં જવાબો હજુ મળી શકયા નથી. તેથી જવાબોની શોધમાં અને સત્યને જાણવાં અન્ય માધ્યમ તરફ વળવું જરુરી છે. અત્યારે તો મારા હિંદુ ધર્મમાં કેવી ભેળસેળ કરવામાં આવી છે તેની મેળવેલી જાણકારીથી હું અચંબામાં પડી ગયો છું, એટલે જ મે નક્કી કાર્યું છે કે હવે હું વધુ ઉંડાણથી તપાસ કરીશ અને બની બેઠેલા આ પંથની વાસ્તવિકતા સૌની સમક્ષ મુકીશ. મારી પહેલા ભુતકાળમાં ઘણી જગ્યાએ પીરાણા પંથનો વિરોધ કરનાર વ્યક્તિઓને પૈસા અને તાકાતના જોરે બળજબરીથી દબાવી દેવામાં આવ્યા છે. અહી ખોટા પુરાવાઓ-બનાવટી શાસ્ત્રો અને ખોટી પરિકથાઓ બનાવી ને હિંદુઓને ગુમરાહ કરવામાં આવ્યા છે.

મારું ખરુ કામ હવે શરુ થાય છે, મારી પ્રથમ તપાસ મને ખોજા મુસ્લીમ ધર્મની તરફ દોરીને લઇ જાય છે કેમ કે સત્પંથ ના સ્થાપક એક ખોજા મુસ્લીમ હતા. જો આ પંથને મુસ્લિમ ગણવામાં આવતો હોત તો મને કોઇ જ વાંધો ન હોત. કેમ કે તેમાં નમાજ, કબર, ઇબાદત, ઉર્દુ કલમા, ભુમિદાગ, વગેરે મુસ્લિમ ધર્મના જ રીતરિવાજો છે પણ કોઇ મુસ્લિમ પંથને હિંદુ વાઘા પહેરાવી હિંદુ ધર્મની આસ્થાળુ પ્રજા સાથે દ્રોહ કરવો તે યોગ્ય નથી તેથી લોકોની આસ્થાની સાથે ચેડા કરતાં આવા ખોટા પંથનો વિરોધ કરીને ગુનેગારોને સમાજમાં ખુલ્લા પાડવા જરુરી છે.

ખોજા મુસ્લિમ ધર્મની લાઇબ્રેરી ઘણી વિશાળ છે અને તેમાં સત્પંથ ધર્મના મુળ હસ્ત લિખિતિ પુસ્તકો ઉપરાંત તે વિશે ઉંડાણથી અભ્યાસ કરેલા રિસર્ચ ડોક્યુમેન્ટ અને લીટરેચર પણ છે. મારા અભ્યાસના ફળ મારા સુધી સિમિત ન રહેતા અન્ય ને પણ ઉપયોગી બની રહે તે હેતુથી અભ્યાસની વિવિધ બાબત સમયાંતરે આપની સમક્ષ મુકતો રહીશ. આપ બની શકે તેટલા લોકોને તે વહેંચવા અને સાચી વાત વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા મદદરુપ બનશો એવી આશા સહ..

હિંદુત્વ માટે સત્યની રાહમાં હંમેશા..

આવજો.

Jan 25, 2011

પીરાણા-સત્પંથ વિશે ઉદભવેલા સવાલો

ઘણો સમય સતપંથ-પીરાણા પંથની વાસ્તવિકતા જાણવામાં વિતાવ્યો. ઘણાં સવાલો ભેગા થયા છે. જેના વિશે તપાસ કરી રહ્યો છું તે જ પંથના અનુયાયીઓની પાસે તેમના જ સંપ્રદાય અંગેના સવાલો ના જવાબો નથી. હદ તો એટલે સુધી થઇ કે પીરાણાંના સત્તાવાળાઓ પણ વાસ્તવિકતા બહાર આવે એવું નથી ઇચ્છતા. જે જવાબો મળ્યા છે તે પણ અતાર્કિક અને અયોગ્ય કહી શકાય તેવા છે. તેમને મારા દ્વારા પુછાયેલા સવાલો પૈકી કેટલાક સવાલો આપ સૌની જાણ માટે અહિ મુકી રહ્યો છું.

૧. બાબા ઇમામશાહ નું પુરુ નામ ? પીરાણાં-સત્પંથની મુળ સંસ્થાનુ નામ ?

૨. ઇમામશાહ કોણ હતા ? કોઇ પીર હતા ? કોઇ ગાદીપતિ ? કોઇ ધર્મના સ્થાપક ? કોઇ ધર્મના વારસદાર ? કોઇ ધર્મ સુધારક ? કોઇ ધર્મ પરિવર્તનકારી ? ગુપ્તી ? એજન્ટ ?  કે પછી અન્ય કોઇ ?

૩. ઇમામશાહ મુળ કયાંથી આવ્યા હતા ?

૪. સતપંથ ના સ્થાપક અને સ્થાપના સમય ?

૫. સતપંથ અત્યારે ભારત-ગુજરાત સિવાય બીજે કયાંય સંસ્થાન ધરાવે છે ? અને ” હા “તો કયાં-કયાં ?

૬. હિંદુસ્તાન સિવાય બીજા કોઇ દેશ માં સતપંથ પાળતા લોકો જોવા મળે છે ? અને “હા” તો કયાં-ક્યાં ?

૭. સતપંથ કયા વેદ આધારીત છે અને તે વેદ કોણે અને કયા સમયે લખ્યો છે તે જણાવશો.

૮. સતપંથ નો સૌ પ્રથમ ઉલ્લેખ કયાં અને કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

૯. કોઇ હિંદુ શાસ્ત્રો માં સતપંથ નો ઉલ્લેખ જોવા મળે છે ? અને “હા” તો કયાં-ક્યાં ?

૧૦. સતપંથી ઓ મુળ કોણ છે ?

૧૧. દરેક સતપંથી હિંદુ છે ? અને “હા” તો કઇ રીતે ? અને ” ના ” તો બીજા કયા ધર્મ ના લોકો સતપંથી છે ?

૧૨. ઇમામશાહ ભારત શા માટે આવ્યા હતા ?

૧૩. સતપંથ ની સ્થાપના શા માટે કરવામાં આવી હતી ?

૧૪. સતપંથ ની મુળ શરુઆત કયાંથી કરવામાં આવી હતી ?

૧૫. સતપંથ નો સ્થાપના ભુતકાળ ટુંકમાં જણાવશો.

૧૬. કયા હિંદુ શાસ્ત્રો માં મધ-રાત્રી ની પુજા વિધિ બતાવવામાં આવી છે ? અને જો બતાવવામાં આવી હોય
તો તે વિધિ ક્યાં અને કઇ છે ?

૧૭. આખી દુનીયાના બધા ભાગના ઇતિહાસ અને સાહિત્યોમાં સતપંથનો એક સમાન અર્થ(ઇસ્માઇલી-નીઝારી પંથ) કેમ જોવા મળે છે ?

૧૮. સતપંથ માં અલી, અલ્લા, નુર, નમાજ, કુરાન, કયામત, દુઆ, રહેમાન, પરવરદિગાર, શુક્રવાર, ચંદ્ર વગેરે શા માટે દર્શાવવા માં આવ્યા છે ? આ શબ્દો ને હિંદુ ધર્મ કે પુજા સાથે કેટલે સુધી સંબંધ છે ?

૧૯. સતપંથ માં મુખી કે કાકા શા માટે બનાવવામાં આવે છે ?

૨૦. “મુખી” અને “કાકા” પદ હિંદુ ધર્મ ના બીજા કયા-કયા સંપ્રદાય માં જોવા મળે છે ?

૨૧. સતપંથમાં સૌથી પહેલા મુખી કોને બનાવવામાં આવ્યા હતા ? આ મુખી પદ ધારણ કરનાર હિંદુને મુસ્લીમ નામ કેમ આપવામાં આવે છે ?

ઉપર જે સવાલો જણાવ્યા છે તે ઉપરાંત બીજા અનેક સવાલો છે. તેના જવાબો મેળવતા જ સાચી માહિતિ આપમેળે જ મળી જાય છે. મારા હિંદુ ધર્મમાં કેવી ભેળસેળ કરવામાં આવી છે તે પણ સમજાઇ જશે. વાચકો થોડી જાણકારી મેળવી ને મારા વિષયને ન્યાય કરશે તેવી આશા સહ.

આવજો.

Jan 24, 2011

કંઇક ગડબડ જરુર છે !!!

મિત્રો,

મારું લખેલું કોઇ વાંચશે કે નહી તેની પરવાહ કર્યા વગર લખવાનુ ચાલુ કર્યું છે. જો કોઇ વાચક ને કયાંય ભુલ જણાય તો તુરંત જણાવશો અને કોઇ જગ્યાએ અતાર્કિક કે અયોગ્ય લાગે તો પણ કહેશો.

થોડા સમય પહેલા સતપંથ-પીરાણા પંથ વિશે મને થોડું સામાન્ય જ્ઞાન હતું. સામાન્ય જ્ઞાને તેમાં રહેલી વિચિત્રતાને જાણવા વધુ અભ્યાસ કરવા પ્રેર્યો અને વધુ અભ્યાસ કરતાં વધુ ને વધુ જાણતા ઘણું જ અચરજ થયું કે હિંદુ ધર્મમાં આ બધુ કયાથી આવી ગયું !!! જે લોકો પોતાને હિંદુ કહે છે તેઓ આજે જાણે અર્ધ-મુસ્લીમ બની જ ચુકયા છે. કેટલાક લોકોને રુબરુ મળીને વધુ જાણકારી મેળવી અને જે યોગ્ય ન લાગ્યું તે અંગે સમજાવવાનો પ્રયત્ન કરી જોયો. પણ વ્યર્થ. અહી કોઇ સાંભળો તો ને.. કદાચ કોઇ સાંભળવા નથી માંગતું અથવા કોઇ આ મુદ્દાને ચર્ચવા નથી ઇચ્છતું. આપણો દેશ વિવિધતામાં એકતા સમાન છે અને બિનસાંપ્રદાયિકતા આપણાં દેશનુ ઘરેણું છે.

હવે, આ બિનસાંપ્રદાયિકતાના હેઠળ ધર્મપરિવર્તન કરાવવું અને તે પણ લોભ-લાલચ કે મુર્ખ બનાવીને તે કદાપી યોગ્ય ન કહી શકાય. કોઇ માણસને તેની મુળ માન્યતા માથી બહાર કાઢીને કોઇ નવી માન્યતામા જડતાથી ગોઠવી દેવા અને તેમાં પણ તેની આસ્થા કે માન્યતા સાથે ચેડા કરવાં તે શું યોગ્ય કહેવાય ? એક જ ધર્મમાં જો કોઇ સંપ્રદાય બદલે તો મુળ માન્યતાઓમાં ખાસ પરિવર્તન ન આવે, પણ સંપ્રદાયના નામે ધીમે-ધીમે ગુપ્ત રીતે ધર્મ પરિવર્તન કરાવવું યોગ્ય કહેવાય ? ધર્મ બદલાતા મુળ વ્યવસ્થા અને માન્યતાઓ બદલાય છે પણ જે માણસ આસ્થાથી જોડાયો હોય તેને તે દેખાતું નથી પરિણામે તે તેનો શિકાર બને છે. સમય જતાં જે તે પંથ સાથે જોડાયેલો શ્રધ્ધાળુ પોતાની માન્યતાને સાચી ઠેરવવા અને પોતાના પંથની સંખ્યા વધારવા અન્યોને પણ આકર્ષિત કરે, પરિણામે સંપ્રદાય મોટો થતો જાય. આ આખો સંપ્રદાય માત્ર કેટલાક ધર્માંધ લોકોના ઇશારે ચાલે છે જે તેની વાસ્તવિકતા સુપેરે જાણે છે છતાં તેમના જ અનુયાયીઓ સાથે દ્રોહ કરે છે.

જે કોઇને કહ્યું કે હું આ મુદ્દો અન્યો સામે પણ લઇ જઇશ તથા બહારની દુનીયાને પણ વિચિત્રતાની જાણ કરીશ. તો ધર્માંધ લોકો એ મને રોકયો કે જે ચાલે છે તેમ ચાલવા દો ને.. પણ મે મારુ કામ ચાલુ કરી દીધુ. ધીરે-ધીરે મારો વિરોધ કરતા લોકોને મારા તરફથી કોઇ સંકટ જણાતા મને રોકવા અને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા છે તે હું સમજવા લાગ્યો હતો. હું હવે વધુ જાણવા લગ્યો છું અને મને અટકાવવા માટે વિરોધીઓ ધમકી પર ઉતરી આવ્યા છે તેથી જ આ રીતે ગુમનામ બનીને આપની સમક્ષ બધી દબાયેલી હકિકતોને વાચા આપવા આવ્યો છું.

મન માં ઘણાં સવાલો ઉદભવ્યા છે. સતપંથના શાસ્ત્રો સાથે મેળવતા મારા સવાલોનો કોઇ ચોક્કસ જવાબ કહેવો મુશ્કેલ છે. અહીં કોઇ પીર કે તેની માન્યતા કે ધર્મ કે સંપ્રદાયને નીચો દેખાડવાનો મારો કોઇ જ આશય નથી. આ લખનાર દરેક ધર્મ-સંપ્રદાયને  સમાન માન અને આદરની દ્રષ્ટિએ મુલવતા જાણે છે. તેથી આપને વિનંતિ કે યોગ્ય સુઝબુઝથી કામ લેશો.

વધુ નવી પોસ્ટમાં જણાવીશ.

આભાર.


એક વ્યક્તિ

Jan 23, 2011

શું શાંત ધર્માંતરણ કે ધર્મ પરિવર્તન ખતરનાક હોઇ શકે ?

મિત્રો,
થોડા સમય પહેલા કોઇ સજ્જનના બ્લોગથી ધર્મ વધુ જાણવાની ઇચ્છા ઉભી થઇ. મે તે સમયે કોમેન્ટ્ દ્વારા તેમને મારા વિચારો જણાવ્યા હતા. પણ થોડુ વધુ જાણવાની અપેક્ષાએ આપની સાથે તે વિચારો વહેંચવા ઇચ્છું છું.
ધર્મ પરિવર્તન કરાવનારના દરેક કૃત્યો ધૃણાસ્પદ જ ગણાય. કચ્છમાં સામાન્ય રીતે ગરીબ અને શ્રમજીવીઓ વધુ હોવાથી વિધર્મી તેનો ફાયદો વધુ ઉઠાવી રહ્યા છે જે ખરેખર દુઃખદ કહેવાય.
કચ્છમાં અત્યારે કચ્છી પટેલોમાં ધર્મ અંગે એક મોટો વિગ્રહ ઉભો થયો છે. જેમા જુથવાદ સપાટી પર આવ્યો છે. તે વિશે અહી ટુંકમાં જણાવુ છું…
મોટા ભાગે કચ્છમાં તથા કચ્છ બહાર વસતા ઇમામશા પ્રેરિત પીરાણાં પંથના અનુયાયીઓ કે જે લોકોને ત્યાં સામાન્ય રીતે “મુમના” તરીકે ઓળખવામાં આવે છે. ઘણાં સમય પહેલા કચ્છ જવાનું થયેલ તે સમયે તેઓ તરફ ધ્યાન ગયું હતું. તેઓ પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે પણ મુશ્લીમ ધર્મ પાળતા જણાય છે. તેઓ ઇમામશાહને તેમના ગુરુ અને પયગંબરને વિષ્ણુના અવતાર તરીકે પુજે છે. તેમની પુજા વિધિમાં પણ મુશ્લીમ કલમા અને ક્રીયાઓ કરતા હોય છે. તેઓ કુટુંબી કે સ્વજનના મૃત્યું બાદ મુસ્લીમોની જેમ તેને જમીનમાં દફનાવવાની ક્રિયાને અનુશરે છે. આમ છતાં તેઓ અન્ય હિંદુઓને પોતાનો ધર્મ શુધ્ધ હિંદુ હોવાનુ અને મોક્ષનો સાચો માર્ગ હોવાનુ જણાવી તેમનામાં ભેળવવા કહેતા હોય છે.
મને જે તે સમયે તે યોગ્ય નહોતુ લાગ્યું અને તેમાં પણ વટલાવવાની શાંત પ્રક્રિયા દેખાતી હતી, આપ તે સંપ્રદાય કે પંથ વિશે વધુ જાણતા હોવ તો અહી જણાવવા અનુરોધ કરું છું. કદાચ આપના પ્રતિભાવ કે માહિતિ દ્વારા આ રીતે ચાલતી અન્ય કોઇ શાંત વટાળ પ્રવુતિથી સામાન્ય લોકોને વધુ જાણવા મળી શકે.