Feb 6, 2011

પીરાણા-સતપંથનું હિંદુકરણ કેટલુ સાચું ?

નમસ્તે મિત્રો,
આ પોસ્ટમાં આપને બે મુશ્લીમ રિસર્ચકારો દ્વારા પીરાણા-સતપંથમાં થતી ઘટનાઓ અને તેના કારણો અંગે કરવામા આવેલ રિસર્ચ છે. અહિં આપને નીચેના સવાલોના જવાબ મળી શકે તેમ છે….
  1. સતપંથ મુશ્લીમ ધર્મનો ભાગ હોય તો સતપંથીઓ હિંદુ ઓળખ, હિંદુ નામ, હિંદુ રીતરિવાજો વગેરે શા માટે પાળે છે ?
  2. હાલમાં પીરાણાંનુ હિંદુકરણ કરવામાં આવ્યું તે કેટલુ સાચું છે?
  3. “તાકિયા” શું છે ?
  4. નિષ્કલંકી નારાયણ અને હજરત અલી (મોહમ્મદ પયગંબર ના જમાઇ) વચ્ચે શું સામ્ય છે ?
  5. હિંદુ ધાર્મિક પુસ્તકોને સતપંથીઓ એ શા માટે બદલાવ્યા છે ?
  6. શું ખરેખર ઇમામશાહે હિંદુઓને ઇસ્લામમાં વટલાવ્યા છે ?
  7. ઇમામશાહના હાલના વંશજ કોણ છે ?
અને બીજા અનેક સવાલો…..
હવે, મુશ્લીમ રિસર્ચકારોના તારણો પર આવીએ. Dominique-Sila Khan અને Zawahir Moir નામના રિસર્ચકારોએ ૧૯૯૯માં પીરાણા-સતપંથ પર કરેલા રિસર્ચ ઉપરથી નીચેના ચોક્કસ તારણો મેળવી શકાય છે. ( આ પોસ્ટના અંતમા આપ રિસર્ચના ઓરીજીનલ દસ્તાવેજને પણ જોઇ શકો છો )
સતપંથીઓ દ્વારા સતપંથનુ હિંદુકરણ કરવાના આક્ષેપ અંગે રિસર્ચકારોએ એવો નિષ્કર્ષ વ્યકત કર્યો છે કે શિયા ઇસ્લામી તાકિયા ( taquiyya ) ને ધ્યાનમાં રાખીને પંથનુ સંપુર્ણ હિંદુકરણ નથી થયું અને તાકિયાના મદદથી સતપંથીઓ હજુ પણ સાચા સતપંથી રિવાજો (ઇસ્લામી રિવાજો) પાળી રહ્યા છે.
અભ્યાસના મુખ્ય તારણો -
  1. બન્ને રિસર્ચકારો એ પીરાણાની મુલાકાત લઇને સ્થળના દેખીતા હિંદુકરણના આક્ષેપોની નોંધ લીધી.
  2. તેઓએ પોતાના અવલોકનમાં બાહ્ય હિંદુકરણ કરવાના કારણોની નોંધ લીધી ઉપરાંત કેવી રીતે અને શા માટે સતપંથ હજુ ઇસ્લામનો પંથ છે તે નોંધ્યું.
  3. તાકિયા હેઠળ કેવી રીતે મુસ્લીમ ધર્મના પ્રચારકો બહારથી હિંદુ યોગી અને સાધુ ના વેશ ધારણ કરતાં હોય છે અને કઇ રીતે પોતાનો સાચો પરિચય છુપાવતા હોય છે.
  4. હિંદુ ધાર્મિક પુસ્તકોનુ કેવીરીતે અને શા માટે ઇસ્લામીકરણ કરવામાં આવેલ છે.
  5. સતપંથીઓ દ્વારા માનવામાં આવતો અથર્વવેદ હિંદુઓના અથર્વવેદથી જુદો છે.
  6. ભગવાન વિષ્ણુંનો દસમો અવતાર હજરત અલી (મોહંમદ પયગંબરના જમાઇ) છે.
  7. હજરત અલીના અવતારને “નિષ્કલંકી” અવતાર બતાવવામાં આવે છે.
  8. ઇસ્લામમાં તાકિયા શું છે અને કઇ રીતે સતપંથીઓને હિંદુ નામ, હિંદુ ઓળખ કે રિતરિવાજો પાળવાની છુટ મળે છે ?
  9. પીરાણાંની અંદર શું છે ?
  10. સતપંથ પરંપરામાં કાકા નુ કર્તવ્ય શું છે ?
  11. પીરાણાને હિંદુ તરફી દેખાવા માટે કયા ફેરફારો કરવામાં આવેલ છે ?
  12. હિંદુ તરફી બદલાવોનુ કોઇ મહત્વ નથી કારણકે સતપંથીઓ “ગુપ્તી” છે અને “તાકિયા” તેમને બહારથી હિંદુ જેવા આચરણો કરવાની અનુમતી આપે છે પણ અંદરથી મુશ્લીમ રિવાજો પાળે છે. આનો અર્થ એ છે કે ઇસ્લામનો અંગીકાર કરવામાં આવ્યો છે.
  13. હાલના વહિવટદારો દ્વારા સતપંથના સાચા પુસ્તકોને બદલવામાં આવેલ છે.
  14. બન્ને રિસર્ચકારો પટેલો, સૈયદો અને ઇમામશાહના વંશજ, “પીરઝાદા” ને મળ્યા કે જેણે સતપંથના સાચા પુસ્તકો ને પીરાણાંમાં એક ભેદી જગ્યાએ સંતાડેલા છે.
  15. વિશ્વ હિંદુ પરિષદના ડરથી સતપંથીઓએ તાકિયાની મદદથી હિંદુ જેવો દેખાવ કર્યો પણ હજુ ઇસ્લામના રિવાજો પાળે છે. રિસર્ચકારો એ નોંધ્યું કે સતપંથીઓને “ગુપ્તી” શા માટે કહેવાય છે ?
  16. ઘણાં હિંદુ કણબી ખેડુતોને ઇસ્લામમાં ઇમામશાહે વટલાવેલા છે તેની નોંધ લીધી.
  17. મુસ્લીમ રિવાજો જેવા કે મરણ બાદ દફન ક્રિયા ઉપરાંત કબર બનાવવી વગેરે પાળવામાં આવે છે.
  18. પીરઝાદા, ઇમામશાહના વંશજને રિસર્ચકારો મળ્યા કે જેમની ઓફિસ પીરાણા ગુરુકુળ એજ્યુકેસન ટ્રસ્ટ, અમદાવાદમાં છે.
  19. કરસનદાસ કાકા કઇ રીતે અને શા માટે પીરઝાદાનું કામ કરતા હતા અને નોંધ્યું કે તેઓ પીરઝાદાના માણસ હતા.
  20. તાકિયાના કારણથી કરસનદાસ કાકા વિશ્વ હિંદુ પરિષદના મેમ્બર હતા.
  21. સતપંથમાં ટોચ સુધી પહોંચવા કઇ રીતે પીરઝાદા પાસે જવું પડે છે.
ઉપરની માહિતિ ઉપરાંત અન્ય ઘણાં તારણો મેળવી શકો છો. રિસર્ચકારોના રિસર્ચ દસ્તાવેજો આપ આ લીંક પર જોઇ શકો છો. -

વધુ પુરાવા ટુંક સમયમાં જોવા મળશે. આપને આપના સવાલોના યોગ્ય જવાબ મળ્યા હશે એવી આશા સહ..
આવજો.
Ref: www.realpatidar.com

No comments:

Post a Comment