મિત્રો, મારા આ કાર્યનો હેતુ હું અગાઉ જણાવી ચુકયો છું છતાંયે લોકો આ બધી મહેનત અને માથાકુટ કરવાનો હેતુ પુછી રહ્યા છે. કોઇ મિત્રોને લાગે છે કે હું કોઇ અંગત સ્વાર્થ ખાતર આ બધુ કરી રહ્યો છું તો તેમની માટે પીરાણા – સતપંથના વિરોધનો મુળ હેતુ વિસ્તારથી જણાવું છું.
હું જ્ઞાતિથી કચ્છ કડવા પાટીદાર સમાજનો વ્યક્તિ છું, આજથી લગભગ ૬૦૦ વર્ષ પહેલા અમારા વડીલો આ પંથમા જોડાયા હતા. વડીલોની વાતો અને તેઓના સાચવેલા પુરાવાઓના કારણે હું આ પંથ વિશેની ઘણી વાસ્તવિકતાઓ જાણું છું. ભોળા આસ્થાળુ લોકોને છેતરાતા અટકાવવાની માત્ર એક નૈતિક ફરજરુપે આ મહેનત કરું છું.
જે તે સમયે અભણ અને અંધશ્રધ્ધાળુ લોકોને ઇમામુદ્દીન દ્વારા જાદુઇ ખેલ બતાવીને, ફોસલાવીને કે અગમ્ય ડર બતાવીને પોતાના પંથમાં ભોળવ્યા હોવાની શંકા ઘણી મજબુત છે. ઇમામુદ્દીન ઉર્ફે ઇમામશાહે હિન્દુ ધર્મની સ્થાપના ને નામે લોકોને મુસ્લિમ પંથમાં ભેળવી દીધા છે જેનો ઇતિહાસ સાક્ષી છે. આ પંથ ભુતકાળ માં પીરાણાં પંથ અથવા કાકા પંથ તરીકે પણ ઓળખાતો હતો.
સમય જતાં આ જ પંથ ના કારણે ઉત્તરગુજરાત, અમદાવાદ, અડાલજની આસપાસ રહેતા અમારા પુર્વજોને કચ્છ જેવા સુકા અને પડતર પ્રદેશમાં સ્થળાંતરની ફરજ પડી હતી કેમ કે સ્થાનિક અન્ય પાટીદારો માટે તે સમયના સતપંથી લોકો સંપુર્ણ મુસ્લિમ બની ગયા હતા.. [....]
વધુ વાંચવા માટે નીચેની લીંક ઉપર કલિક કરો-
એક નગ્ન વાસ્તવિકતા અને મારા કાર્યનો હેતુ @ www.ekvyakti.wordpress.com
આભાર.